Nice Love Sms


ગુજરતિ સ્તતુસ
બેઈમાની અને ચાલાકી વડે મેળવેલા વૈભવ નો રૂઆબ અને માનપાન રેતી ના દીવાલ જેવા હોય છે. જે થોડીક હવા ફુકાય તો જમીન દોસ્ત થઇ જાય છે
કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુ રૂપી આકાશ હર પળે હજારો રંગ બદલે છે.
અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે હજુ ગરીબ છે.
માણસ અહમ માં અભિમાનથી કહે છે”હું મારા બાપનું પણ નથી સાંભળતો”….
પણ માણસ એ છે કે, એ નાનામાં નાના માણસ અને દુશ્મનનું પણ સાંભળે છે અને વિચારે છે અને સાચું જે હોય એને અપનાવે છે.
અહમ માણસને પોતાના હિતેચ્છકનું પણ નથી સાંભળવાથી રોકે છે…..
જો માણસ બનવું હોય તો અહમને જીવનમાંથી હાંકી કાઢો
વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે, પરંતુ સારા માણસ થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.
કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
અભિમાન નરકનું દ્વાર છે
”ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ “અદેખાઈ” માં
પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી
અભિમાન એ માનસ નો ક્રોધ છે. જયારે તમારા ક્રોધ પર વિજય મેળવશો ત્યારે તમારી જ જીત થશે.