Nice Love Sms


જનારા પાછળ આંસુના ટીપાં પાડનારા હજી મળે છે પણ જીવતા પાછળ હાસ્ય રેલાવનારા કોઈ મળતા નથી.
વિનોદ વાતચીતમાં સબરસ કે ચટણીનું કામ કરે છે, ભોજનનું નહિ.
જેવું પરિવર્તન આપણે સમાજમાં ઇચ્છીએ છીએ તેવું પહેલા આપણે બનવું પડશે.
જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે
એવું કહેવાય છે કે સમય બળવાન છે, સમય સાથે બધું બદલાઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે આપણે બદલાઈ જઈએ છીએ અથવા આપણે જ તેને બદલવું પડે છે
હીરા મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં ખીલાવેલા ફૂલ સુંદરતા અર્પે.સુંદરતાનો આનંદ વસ્તુમાં નહીં પણ તે વસ્તુના સર્જનમાં ને તેની સાથેની એકતામાં છે.
દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી
જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.
તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે.
આદર્શ પતિ/પત્ની બનવા કરતા પસંદગીયુકત પ્રેમી જેવું સહજીવન લગ્નજીવનમાં સતત સુવાસ લાવે છે